ગુજરાતી લેખન વિશે થોડું લેખન :
નિબંધ લેખન માટે સૂચનો: (ચારમાંથી એક-૨૦ ગુણ)
૧. આપેલ વિષયોમાંથી પોતાને અનુકૂળ વિષયને પસંદ કરો.
૨. નિબંધ વિશેનાં મુદ્દાઓ ભેગા કરો – જેમાં...
- તેમને કાગળ પર નોંધો.
- ક્રમ નક્કી કરો.
- કોઈ મુદ્દો કોઈમાં સમાઈ જાય છે કે કેમ તે તપાસી લો.
૩. શરૂઆત આકર્ષક અને મુદ્દાને અનુરૂપ-સચોટ કરો.
૪. વિષયની ગંભીરતા મુજબ શબ્દો વાપરો, તટસ્થ રહો.
૫. એકનાં એક શબ્દો અને વાક્યોને ફેરવી-ફેરવીને ન લખો.
૬. વ્યાકરણને પૂરતો ન્યાય આપો.
૭. રૂઢિપ્રયોગો, કહેવતો, અવતરણો કે અલંકારોનો પ્રમાણસર ઉપયોગ કરો.
૮. મુદ્દાનો અંત એ રીતે લાવો કે બીજા આગળના મુદ્દાને સ્થાન મળે.
૯. મોટાભાગનાં નિબંધમાં વિષયને અનુરૂપ ભૌગૌલિક,રાજકીય,આર્થિક મુદ્દા અવશ્ય
ઉમેરો.
૧૦. સમાધાન આપો/શું કરી
શકાય તે જણાવો.૧૧. ઉ.ત. : વિષય – કોમી એકતા
-
કોમ એટલે શું?તેમની
વચ્ચે એકતા કેમ જરૂરી છે ?
-
ટૂંકમાં ઈતિહાસ.
- એકતામાં વિધ્નો કયા-કયા હોય છે? તેના કારણો ?
- એકતામાં વિધ્નો કયા-કયા હોય છે? તેના કારણો ?
-
તે દૂર કરવાના ઉપાયો.
- દેશ એક કેવી રીતે રહી શકે ?
- દેશ એક કેવી રીતે રહી શકે ?
-
કોમી એકતા માટે
દેશનેતાઓનો ફાળો.
-
એકતાનું પરિણામ.
Practice and Practice
વિચાર વિસ્તાર/અર્થવિસ્તાર માટે સૂચનો: (ત્રણમાંથી બે–૧૦ ગુણ)
- બે પંક્તિઓ વચ્ચેની જગામાં ઘણુંબધું કહેવાયુ હોય છે.જે ખાલી જગાને પુરવાની કળા એટલે અર્થવિસ્તાર.
- કાવ્ય પંક્તિને ગધ રૂપ આપવું એ પણ એનો મૂળ અર્થ સાચવીને.
- કાવ્ય પંક્તિનાં મર્મને સમજો અને ગધ સ્વરૂપે વિસ્તારો.
-
બે-ત્રણ વાર વાંચો.(જેથી
મર્મ સમજાય)
-
દરેક શબ્દનો અર્થ
સમજવાનો પ્રયત્ન કરો ; ન આવડે તો પંક્તિને આધારે ભાવાર્થ સમજો.
-
મુખ્ય વિચાર સમજાય
એટલે,મુખ્ય વિચારને કાચી સામગ્રી રૂપે તૈયાર કરો.
- મર્મનું સમર્થન કરતા
ઉદાહરણો આપો, રૂઢિપ્રયોગો કે કહેવતો, અન્ય કવિની લાગુ પડતી કાવ્ય પંક્તિનો ઉપયોગ
કરો ,અતિરેક નહીં !
>>> કદમ અસ્થિર હો તેને કદી રસ્તો નથી જડતો ,
અડગ મનનાં મુસાફરને
હિમાલય પણ નથી નડતો.
>>> ઘણું જોયું, જાણ્યું તદપિ ઉરતૃષ્ણા નવ શમી ,
ઘણુ માણ્યું તો યે કંઈક
અણમાણ્યું રહી ગયું.
>>> અંધ ને અજ્ઞ બે માં ઓછો શાપિત આંધળો ,
એકાંગે પાંગળો અંધ ,
અજ્ઞ સર્વાગે પાંગળો.
Practice and Practice
હજી થોડુ વધારે.......સાર લેખન વિશે...
સાર લેખન / સંક્ષેપીકરણ વિશે સૂચનો: (૧૦ ગુણ )
- વિષય શું છે? (બે-ત્રણ વાર વાંચો)
- સાવધાની સાથે મુખ્ય અને ગૌણ મુદ્દાઓ અલગ કરો,બિન-મહત્વની માહિતીને દૂર કરો. ઉ.ત. :- ટીકા-ટીપ્પણી-ઉદાહરણો.
- એવો મુદ્દો ન કાઢી નાખો કે જે મૂળ વિષયનું હાર્દ હોય!
- મુખ્યમુદ્દા નીચે લીટી દોરી બીજા મુદ્દાઓ પરથી ધ્યાન હટાવો.
- સારલેખન દરમિયાન મૂળ ફકરાનું અનુકરણ ટાળો.
- લખતી વખતે તમારા વિચારો અને વિષય એકબીજાને લાગતાં-વળગતાં હોવા જોઈએ!
- એકને એક વાત કહેવાઈ હોય તો વાક્યો ભેગા કરી ને ટૂંકાવો.
- શબ્દ સમૂહો માટે એક શબ્દ/પારિભાષિક શબ્દો/સમાસ વાપરો.
- વધારાનાં વિશેષણો કે ક્રિયાવિશેષણો દૂર કરો.
- અંતે આખાય પરિચ્છેદનો આપણા મૌલિક શબ્દોમાં માત્ર સાર લખો.
- સરસમજાનું વિષયાનુરૂપ શીર્ષક આપો.
[ નિબંધ લેખન,વિચારવિસ્તાર અને સાર લેખન માં વધુ
સારું લખવા માટે ...
(૧) વિવિધ વિષયોનું-વ્યાપક વાંચન કરો. (૪)પ્રેક્ટિસ
(૨) અવલોકન શક્તિ વિકસાવો. (૫)પ્રેક્ટિસ
(૩)વાંચન –મનન– લેખન. (૬)પ્રેક્ટિસ ]
તમને શું ગમ્યુ કે શું સુધારવા જેવુ છે તે કોમેન્ટમાં અવશ્ય લખો......અપેક્ષાસહ
ચર્ચાપત્ર, અહેવાલ અને પત્રલેખન વિશે હવે પછીની પોસ્ટમાં to be Continue........
________________________________________________________