Wednesday, 11 May 2016

Gujatati Lekhan Vishe Thodu Lekhan Part-2 !!


ગુજરાતી લેખન વિશે થોડું લેખન

અહેવાલ લેખન અંગે:

અહેવાલ લેખનમાં કોઈ ચોક્કસ પ્રસંગ/ઘટના કેંદ્રમાં હોય છે. જેમાં પ્રસંગની વિગતો ભેગી કરી, પ્રમાણભૂત રીતે રજૂ કરાય છે.
‌‌- અહેવાલમાં વિગતો અને માહિતી જ કેંદ્રમાં હોય છે. તેમાં લખનારનો અભિપ્રાય વ્યક્ત થતો નથી. 

હેતુ : 

          અહેવાલ લેખનનો મુખ્ય હેતુ કોઈ ઘટના કે પ્રસંગની તપાસ, અભ્યાસ કે સંશોધનનો કાયમી હિસાબ રાખવાનો છે. અહેવાલ એ સમગ્ર કાર્યનું એક મોડલ છે.શરૂઆતથી અંત સુધી કોઈ કાર્યની સાથે રહી તેની નાનામાં નાની વિગતોની નોંધ લઈ અહેવાલ દ્વારા તેની પ્રમાણભૂત રજૂઆત કરવામાં આવે છે. 
         જેથી જ કોઈ મહત્વનાં નિર્ણયો લેવા અહેવાલ અગત્યની મહિતી પૂરી પડે છે .
  • પ્રસંગનો અહેવાલ : અકસ્માત , રાજકીય ઘટના વગેરે
  • ચર્ચા કે સભા/ મીટીંગનો અહેવાલ 
  • કામગીરીનો અહેવાલ : વ્યક્તિગત , તપાસ 
  • આગામી ઘટના/ યોજનાનો અહેવાલ : પ્રોજેક્ટ રીપોર્ટ 
  • સંશોધન અહેવાલ : રિસર્ચ રીપોર્ટ  
- અલંકારીત શબ્દપ્રયોગ ટાળો.
- નાના, જાણીતા શબ્દપ્રયોગ વાપરો.
- તટસ્થ ભાષા વાપરો . 
- વિશેષણો ઓછા વાપરો . 
-સૌથી અગત્યનું કે અહેવાલમાં 
(૧) વર્ણન 
(૨) કારણો 
(૩) તુલના 
(૪) અસર    
.................વિશે ચોક્કસ લખો.




પત્ર-અરજી લેખન અંગે:

પત્ર અને અરજી વચ્ચે ભેદ કરનાર તેમનો વિષય છે. બંનેનું માળખુ મહદઅંશે એક સમાન જ છે.

પત્ર

  • ભાવ , લાગણી દર્શાવે

અરજી

  • જરૂરિયાત ,માગણી
  • બાબતી મંજુરી
  • સુધારાના સૂચનો 
  • ફરિયાદ કરવા 
  • નોકરી માટે ઉમેદવારી કરવા 
  • ટૂંકમાં હોય   

ચર્ચાપત્ર અંગે:

  • સમાચારપત્રોમાં વાચકોના પત્રોને 'ચર્ચાપત્ર' , 'લોકવિચાર',  'મંતવ્ય ' જેવા વિભાગ હેઠળ પ્રકાશિત કરવામાં આવે છે. 
  •  ચર્ચાપત્રના વિષય અને રજૂઆતને શોભતું હોય તેવુ પરંતુ ટચૂકડું શીર્ષક જરૂર આપવું. 
  • સંક્ષિપ્ત અને કેન્દ્રિત રજૂઆત કરવી. 
  • ચર્ચાપત્રના  પ્રારંભમાં વિષયનો મુદ્દો ઊભો કરવો. પછી એ મુદ્દાના સમર્થનમાં  સાબિતીરૂપ સામગ્રી પ્રસ્તુત કરવી - અંતે સારાંશ આપવો. 
  • કોઈ જાહેર સમસ્યા વિશે ચર્ચાપત્ર લખીએ ત્યારે આપણે કેટલાંક સૂચનો પણ જાહેર કરવા જોઈએ . 
  • ફક્ત બળાપો ન ઠાલવતાં, સમાધાન આપવું.
  • પુનરાવર્તન ટાળવું. 
  • કહેવત , રૂઢિપ્રયોગ અને વ્યંગ અસરકારક રીતે વાપરીએ તો સારૂં . 
  • ચર્ચાપત્રોમાં વિરામચિન્હોનો યોગ્ય રીતે ઊપયોગ કરવો .પ્રશ્નાર્થ અને ઉદગાર ચિન્હનો માપસર ઉપયોગ કરવો. 
અંતે ફક્ત .... વાંચન - મનન - લેખન 
નિબંધ લેખન,વિચારવિસ્તાર અને સારલેખન વિશે જાણવા અહી ક્લીક કરો .
આપના સૂચનો આવકાર્ય ........ફરી મળીયે નવી પોસ્ટ સાથે ..
‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌____________________________________________________

No comments:

Post a Comment