Wednesday, 27 April 2016

Gujatati Lekhan Vishe Thodu Lekhan Part-1 !!


ગુજરાતી લેખન વિશે થોડું લેખન :

નિબંધ લેખન માટે સૂચનો: (ચારમાંથી એક-૨૦ ગુણ)

૧. આપેલ વિષયોમાંથી પોતાને અનુકૂળ વિષયને પસંદ કરો.
૨. નિબંધ વિશેનાં મુદ્દાઓ ભેગા કરો – જેમાં...
- તેમને કાગળ પર નોંધો.
- ક્રમ નક્કી કરો.
- કોઈ મુદ્દો કોઈમાં સમાઈ જાય છે કે કેમ તે તપાસી લો.
૩. શરૂઆત આકર્ષક અને મુદ્દાને અનુરૂપ-સચોટ કરો.
૪. વિષયની ગંભીરતા મુજબ શબ્દો વાપરો, તટસ્થ રહો.
૫. એકનાં એક શબ્દો અને વાક્યોને ફેરવી-ફેરવીને ન લખો.
૬. વ્યાકરણને પૂરતો ન્યાય આપો. 
૭. રૂઢિપ્રયોગો, કહેવતો, અવતરણો કે અલંકારોનો પ્રમાણસર ઉપયોગ કરો.
૮. મુદ્દાનો અંત એ રીતે લાવો કે બીજા આગળના મુદ્દાને સ્થાન મળે.
૯. મોટાભાગનાં નિબંધમાં વિષયને અનુરૂપ ભૌગૌલિક,રાજકીય,આર્થિક મુદ્દા  અવશ્ય ઉમેરો.
   ૧૦. સમાધાન આપો/શું કરી શકાય તે જણાવો.
   ૧૧. ઉ.ત. : વિષય – કોમી એકતા 
-    કોમ એટલે શું?તેમની વચ્ચે એકતા કેમ જરૂરી છે ? 
-    ટૂંકમાં ઈતિહાસ.
- એકતામાં વિધ્નો કયા-કયા હોય છે? તેના કારણો ?
-    તે દૂર કરવાના ઉપાયો. 
-    દેશ એક કેવી રીતે રહી શકે ?
-    કોમી એકતા માટે દેશનેતાઓનો ફાળો.
-    એકતાનું પરિણામ.
Practice and Practice 

વિચાર વિસ્તાર/અર્થવિસ્તાર માટે સૂચનો: (ત્રણમાંથી બે–૧૦ ગુણ)


  •  બે પંક્તિઓ વચ્ચેની જગામાં ઘણુંબધું કહેવાયુ હોય છે.જે ખાલી જગાને પુરવાની કળા એટલે અર્થવિસ્તાર.
  •  કાવ્ય પંક્તિને ગધ રૂપ આપવું એ પણ એનો મૂળ અર્થ સાચવીને.
  •  કાવ્ય પંક્તિનાં મર્મને સમજો અને ગધ સ્વરૂપે વિસ્તારો.
-       બે-ત્રણ વાર વાંચો.(જેથી મર્મ સમજાય)
-    દરેક શબ્દનો અર્થ સમજવાનો પ્રયત્ન કરો ; ન આવડે તો પંક્તિને આધારે ભાવાર્થ સમજો.
-    મુખ્ય વિચાર સમજાય એટલે,મુખ્ય વિચારને કાચી સામગ્રી રૂપે તૈયાર કરો. 
-   મર્મનું સમર્થન કરતા ઉદાહરણો આપો, રૂઢિપ્રયોગો કે કહેવતો, અન્ય કવિની લાગુ પડતી કાવ્ય પંક્તિનો ઉપયોગ કરો ,અતિરેક નહીં !


>>> કદમ અસ્થિર હો તેને કદી રસ્તો નથી જડતો ,
       અડગ મનનાં મુસાફરને હિમાલય પણ નથી નડતો.

>>> ઘણું જોયું, જાણ્યું તદપિ ઉરતૃષ્ણા નવ શમી ,
       ઘણુ માણ્યું તો યે કંઈક અણમાણ્યું રહી ગયું. 

>>> અધ ને અજ્ઞ બે માં ઓછો શાપિત આંધળો ,
      એકાંગે પાંગળો અંધ , અજ્ઞ સર્વાગે પાંગળો.
 Practice and Practice  
હજી થોડુ વધારે.......સાર લેખન વિશે...

સાર લેખન / સંક્ષેપીકરણ વિશે સૂચનો: (૧૦ ગુણ )


  •  વિષય શું છે? (બે-ત્રણ વાર વાંચો)
  •  સાવધાની સાથે મુખ્ય અને ગૌણ મુદ્દાઓ અલગ કરો,બિન-મહત્વની માહિતીને દૂર કરો. ઉ.ત. :- ટીકા-ટીપ્પણી-ઉદાહરણો.
  •  એવો મુદ્દો ન કાઢી નાખો કે જે મૂળ વિષયનું હાર્દ હોય!
  •  મુખ્યમુદ્દા નીચે લીટી દોરી બીજા મુદ્દાઓ પરથી ધ્યાન હટાવો.
  •  સારલેખન દરમિયાન મૂળ ફકરાનું અનુકરણ ટાળો.
  • લખતી વખતે તમારા વિચારો અને વિષય એકબીજાને લાગતાં-વળગતાં હોવા જોઈએ!
  •  એકને એક વાત કહેવાઈ હોય તો વાક્યો ભેગા કરી ને ટૂંકાવો. 
  •  શબ્દ સમૂહો માટે એક શબ્દ/પારિભાષિક શબ્દો/સમાસ વાપરો.
  •  વધારાનાં વિશેષણો કે ક્રિયાવિશેષણો દૂર કરો.
  •  અંતે આખાય પરિચ્છેદનો આપણા મૌલિક શબ્દોમાં માત્ર સાર લખો.
  •  સરસમજાનું વિષયાનુરૂપ શીર્ષક આપો.


[ નિબંધ લેખન,વિચારવિસ્તાર અને સાર લેખન માં વધુ સારું લખવા માટે ...  
(૧) વિવિધ વિષયોનું-વ્યાપક વાંચન કરો.   (૪)પ્રેક્ટિસ
(૨) અવલોકન શક્તિ વિકસાવો.              (૫)પ્રેક્ટિસ
(૩)વાંચન –મનન– લેખન.                   (૬)પ્રેક્ટિસ ]

તમને શું ગમ્યુ કે શું સુધારવા જેવુ છે તે કોમેન્ટમાં અવશ્ય લખો......અપેક્ષાસહ
ચર્ચાપત્ર, અહેવાલ અને પત્રલેખન વિશે હવે પછીની પોસ્ટમાં to be Continue........
________________________________________________________

No comments:

Post a Comment