નામ : “ચરણસિંહ એ. ગોહીલ”
રેંક
: “૦૧૨-સમગ્ર
ગુજરાતમાં બારમાં ક્રમાંકે ઉત્તિર્ણ“
|
ફોટો:
|
શોખ : લેખન, હોલીવુડ મુવીઝ
|
|
અભ્યાસ : બી.ફાર્મ
|
|
જીવનનું ધ્યેય : ક્લાસ-૧ અધિકારી
બની સ્વયં ઉન્ન્તિ દ્વારા લોકોપયોગી કાર્યો
કરવા.
|
અનુભવો:
પરીક્ષા,સર્વિસ
|
કયા વર્ષે આરંભ (આશરે)
|
વિશેષ/નોંધ
|
પોલીસ સબ ઈન્સપેક્ટર
|
૨૦૧૩ થી ૨૦૧૭
|
અમદાવાદ શહેર
|
સેશન્સ કોર્ટ –ક્લાર્ક
|
૨૦૧૩
|
ગાંધીનગર
|
ફોરેસ્ટ એકાઉન્ટન્ટ
|
૨૦૧૩
|
Not Joined
|
નાયબ ચીટનીશ
|
૨૦૧૩
|
Not Joined
|
બિનસચિવાલય ક્લાર્ક
|
૨૦૧૨
|
આંકડાશાસ્ત્ર બ્યુરો
|
CDS-UPSC
|
૨૦૧૧
|
Up to Conference.
|
પ્રશ્ન: આ સફળતા માટે અને સામાજીક જવાબદારી
રૂપે આપના સમય માટે ટીમ
વતી
આભાર.
શ્રી સી.એ.ગોહીલ : આપનો
આભાર, આપ ખુબ સારૂ કાર્ય કરી
રહ્યા છો .
પ્રશ્ન: આ પરીક્ષા વિશેના તમારા અનુભવો
જણાવશો.
શ્રી સી.એ.ગોહીલ : ખૂબ જ ઓછે મહેનતે આયોજન પૂર્વક થોડા દિવસની
મહેનતે લખાણની અનુભવી આવડત દ્વારા સમગ્ર ગુજરાતમાં ૧૨મો ક્રમ મેળવ્યો.
પ્રશ્ન: શું તમે માત્ર આ જ પરીક્ષા પાસ
કરવાનું લક્ષ્ય નક્કી કર્યુ હતુ કે કોમન
તૈયારી કરતા હતા ?
શ્રી સી.એ.ગોહીલ : ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવામાં આવતી
વર્ગ:૧-૨ ની પરીક્ષાની તૈયારીની સાથે સાથે આ પરીક્ષા માટે તૈયારી કરેલ.
પ્રશ્ન: શું તમે માનો છો કે આજના સમયમાં
સરકારી નોકરી મેળવવી મુશ્કેલ છે ?
શા માટે ?
શ્રી સી.એ.ગોહીલ : ચોક્કસ મહેનત દ્વારા સરકારી નોકરી મેળવવી
સહેજ પણ મુશ્કેલ નથી. પરંતુ ગળાકાપ હરિફાઈ અને બેરોજગારીના સમયમાં માત્ર થોડી
જગ્યાઓ પર પસંદગી મેળવવાના અર્થેમાં સરકારી નોકરી મેળવવી મુશ્કેલ થઈ શકે.
પ્રશ્ન: આ પરીક્ષા માટે આપે ટાઈમ મેનેજમેન્ટ
કેવું પ્લાન કરેલ ?
શ્રી સી.એ.ગોહીલ : પરીક્ષા લેખિત પ્રકારની હોઈ કરન્ટ
અફેર્સ તથા જનરલ સ્ટડીઝ પર વધુ ધ્યાન આપેલ. તથા લખાણમાં વધુ મૌલિકતા લાવવા માટે
છાપાઓનાં લેખ તથા મેગેઝીનો વાંચેલ.
પ્રશ્ન: શું આપ આ સમગ્ર ભરતી પ્રક્રિયા
દરમ્યાન ક્યારેય નિરાશ થયા હતા?
આપની સલાહ ?
શ્રી સી.એ.ગોહીલ : નિરાશા
અને સ્પર્ધાત્મક પરીક્ષા એકબીજાના પ્રર્યાય છે. ઘણી વખત પરીક્ષા લેનાર સંસ્થાના
વિલંબ તથા કોર્ટમાં થતાં કેસોથી નિરાશ થયેલ પરંતુ આવી બાબતો પર વધુ ધ્યાન આપવું ન
જોઈએ.
પ્રશ્ન: શું આપ વ્યક્તિગત તૈયારીમાં માનો છો
કે ગૃપ તૈયારીમાં ?
શા માટે ?
શ્રી સી.એ.ગોહીલ : સારૂ
અને હેલ્ધી સ્પર્ધા કરે એવુ ગૃપ હોય તો તૈયારી ગૃપમાં કરી શકાય , પરંતુ આવુ ગૃપ ન મળતા મે વ્યક્તિગત તૈયારી કરેલ.
પ્રશ્ન: આપની આ સફળતા અંગે આપ મહિલાઓને શું
પ્રેરણા આપશો?
શ્રી સી.એ.ગોહીલ : નાયબ
સેક્શન અધિકારીએ મહીલાઓ માટે એક પરફેક્ટ નોકરી છે તેમજ આજના જમાનામાં નાયબ
મામલતદાર તરીકે પણ મહીલાઓ ફરજ બજાવે છે. તેમણે પૂરતી મહેનત કરવી જોઈએ.
પ્રશ્ન: આપની આ સફળતા માટે આપ સીધી રીતે કોને
શ્રેય આપશો?
શ્રી સી.એ.ગોહીલ : મારી
આ સફળતા માટે હું ઈશ્વર , માતા-પિતા, મિત્રો,
મોટાભાઈ વિક્રમસિંહ ગોહિલ તથા હરેન્દ્રસિંહ પરમારનો આભારી છું.
પ્રશ્ન: ભવિષ્યમાં આપ શું બનવા ઈચ્છુક છો ?
શ્રી સી.એ.ગોહીલ : ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષા
પાસ કરી વર્ગ-૧ અધિકારી બનવા ઈચ્છું છુ.
પ્રશ્ન: આપે મટીરીયલ (વાંચન સાહિત્ય) બાબતે
શું કાળજી લીધી હતી?
(શું
વાંચવુ અને શું ન વાંચવુ.)
શ્રી સી.એ.ગોહીલ : પરચૂરણ સાહિત્ય વાંચવા કરતા કોઈ સ્ટાન્ડર્ડ બુક વાંચવી અને એકથી વધુ બુક વાંચવી. અંગ્રેજી માટે લ્યુસન્ટ પ્રકાશન
અને ડો.એમ.આર. પંચાલના પુસ્તકો ખૂબ જ ઉપયોગી રહ્યા. વર્તમાન પ્રવાહોથી અવગત
રહેવું.
પ્રશ્ન: તૈયારી કરી રહેલ મિત્રોને માટે કંઈ
વિશેષ સલાહ ?
શ્રી સી.એ.ગોહીલ : પરીક્ષાની
સફળતા જેટલી ઝડપથી મેળવશો એટલો સંઘર્ષ ઓછો થશે. સખત મહેનતનો કોઈ વિકલ્પ નથી.
પ્રશ્ન: ટીમનો પ્રયત્ન વધુ કેવી રીતે અસરકારક
બનાવી શકાય ?
શ્રી સી.એ.ગોહીલ : વધુમાં
વધુ વિધાર્થીઓ સુધી પહોંચી ખોટા માર્ગે ન દોરવાય તેવુ માર્ગદર્શન પહોંચાડવુ.
ટીમ : આપનો ફરીથી ખૂબ આભાર.
વિજેતા: મને ખુશી થઈ.
No comments:
Post a Comment