Saturday, 29 October 2016

GPSC Result of Deputy Section Officer / Deputy Mamlatdar, Main Exam, Advt. No. 51/201415, Held on 28th and 29th May,2016


Friends , 

GPSC has declared Final Result of Deputy Section Officer and Deputy Mamlatdar , examination was held on 28-29 May ,2016 . Go Through it. And Prepare Your Best.



Click Here to See Official Final Result. ( 1.45MB ) Link 2 Link




Mayur Gupta
29/10/2016

Friday, 28 October 2016

Download Call Letter for Exam





Click here to download the call letter
(મુખ્ય પરીક્ષાની તારીખ વહેલી કરવામા આવી છે જે જોઈ લેવા વિનંતી. જે ૧૧/૦૩/૨૦૧૭ -૧૨/૦૩/૨૦૧૭ ના રોજ લેવાશે.)

All the Best!

Tuesday, 20 September 2016

Preparations of Prelims Dy.Mamlatdar and Dy.Section Officer.



                  કેમ છો મિત્રો....? As we all know that GPSC has published new 685 vacancies for the post of Deputy Mamaltdar and Deputy Section Officer .

This is high time to prepare for the same.Though everyone is free to follow their own study plan here we are going to give some Guidance from Crackers of the Exam . 

  • હાલ માર્કેટમાં કોમ્પીટેટીવ બુકો નો રાફડો ફાટ્યો છે તેમાથી આપણી આવનારી પરીક્ષા માટે સાચી અને લેટેસ્ટ તેમજ ભૂલો વગરની બુક શોધવાનુ કામ કપરૂં થઈ ગયુ છે. 
  • બુક એવી પસંદ કરીયે કે આપણી જૂની બુકોથી કંઈ વિશિષ્ટ માહિતી ધરાવતી અને હાલના પેપર સ્ટાઈલને અનુરૂપ હોય . 
  • હાલના સંજોગો(૨૦૧૬) જોતાં વર્લ્ડ ઈનબોક્ષની પ્રાથમિક પરીક્ષા માટેની બુક યોગ્ય સ્થાને છે કે જેની સાથે પ્રેક્ટિસ માટેના પેપરસેટ પણ આપેલ છે.
  • શરૂઆતમાં કોઈ પણ બુકનું પૂરેપૂરુ મંથન થયા બાદ જ કોઈ નવી બુક માટે વિચારવુ .
         પ્રાથમિક પરીક્ષાના દસે-દસ ટોપિક માટે પોતાની અંગત નોટસ બનાવવી જે ખાસ કરીને મુખ્ય પરીક્ષાના જનરલ સ્ટડીઝના પેપરમાં મદદરૂપ થશે.

થોડા સજેશનો :

(૧) નવનીત
(૨) કોઈ એક ફક્ત પ્રાથમિક કસોટી અંગેની બુક
(૩) દિવ્ય ભાસ્કર , સંદેશ કે નેશનલ છાપાનુ ડે ટુ ડે લેખન(એડિટોરીયલ પેજ ખાસ વાંચવા)
(૪) ગુજરાત પરિચય
(૫) કોઈ મંથલી મેગેઝીન (નવેમ્બર ૨૦૧૫ થી)

Official Syllabus : 


આપના માટે સ્પેશ્યલ પ્રીન્ટેબલ અભ્યાસક્રમ કે જેની પ્રીન્ટ કાઢીને સ્ટડી રૂમમાં લગાવી શકાય .

Click here to Download (~100kb)


(આ બ્લોગ ને વધુ સારો બનાવવા આપના સૂચનો આવકાર્ય છે.)

-મયુર ગુપ્તા 
(૨૦/૦૯/૨૦૧૬)



Friday, 1 July 2016

નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદારની નવી ભરતી ૨૭/૨૦૧૬૧૭

ગુજારાત જાહેર સેવા આયોગના ભરતી કેલેન્ડર મુજબ નવી જાહેર થયેલ નાયબ સેકશન અધિકારી અને નાયબ મામલતદારની જગાઓ  (૨૭/૨૦૧૬૧૭). 

જાહેરાત  Advertisement

ઓનલાઈન અરજી કરો અરજી

Monday, 6 June 2016

Old Paper GPSC/51/201415

Download the PDF .Exam was held on 28th and 29th May,2016

Click to Download
___________________________________________________________________

Wednesday, 18 May 2016

Old GPSC Answer sheets

Here are Two files which contins old GPSC Answer sheet form one Candidate and i'm thankful tohim for making it in digital form.

(This are just to be comfortable with Answer sheet, not official.Use it in constructive way!) 

(1)GPSC/94/2011-12


(2)GPSC/20/2010-11


P.S.- Special Thanks to
Mr.Jayeshkumar P.Chaudhary.

_____________________________________________________________________________

Monday, 16 May 2016

English Guidence by Imofficer.com website

H! Friends here have a some Guidence on English form the website Imofficer.com.

(From)

















To download in pdf formate (1.13MB) Click Here

keep Preparing...Happy Study! 

Special and many many Thanks To imofficer.com

Wednesday, 11 May 2016

Gujatati Lekhan Vishe Thodu Lekhan Part-2 !!


ગુજરાતી લેખન વિશે થોડું લેખન

અહેવાલ લેખન અંગે:

અહેવાલ લેખનમાં કોઈ ચોક્કસ પ્રસંગ/ઘટના કેંદ્રમાં હોય છે. જેમાં પ્રસંગની વિગતો ભેગી કરી, પ્રમાણભૂત રીતે રજૂ કરાય છે.
‌‌- અહેવાલમાં વિગતો અને માહિતી જ કેંદ્રમાં હોય છે. તેમાં લખનારનો અભિપ્રાય વ્યક્ત થતો નથી. 

હેતુ : 

          અહેવાલ લેખનનો મુખ્ય હેતુ કોઈ ઘટના કે પ્રસંગની તપાસ, અભ્યાસ કે સંશોધનનો કાયમી હિસાબ રાખવાનો છે. અહેવાલ એ સમગ્ર કાર્યનું એક મોડલ છે.શરૂઆતથી અંત સુધી કોઈ કાર્યની સાથે રહી તેની નાનામાં નાની વિગતોની નોંધ લઈ અહેવાલ દ્વારા તેની પ્રમાણભૂત રજૂઆત કરવામાં આવે છે. 
         જેથી જ કોઈ મહત્વનાં નિર્ણયો લેવા અહેવાલ અગત્યની મહિતી પૂરી પડે છે .
  • પ્રસંગનો અહેવાલ : અકસ્માત , રાજકીય ઘટના વગેરે
  • ચર્ચા કે સભા/ મીટીંગનો અહેવાલ 
  • કામગીરીનો અહેવાલ : વ્યક્તિગત , તપાસ 
  • આગામી ઘટના/ યોજનાનો અહેવાલ : પ્રોજેક્ટ રીપોર્ટ 
  • સંશોધન અહેવાલ : રિસર્ચ રીપોર્ટ  
- અલંકારીત શબ્દપ્રયોગ ટાળો.
- નાના, જાણીતા શબ્દપ્રયોગ વાપરો.
- તટસ્થ ભાષા વાપરો . 
- વિશેષણો ઓછા વાપરો . 
-સૌથી અગત્યનું કે અહેવાલમાં 
(૧) વર્ણન 
(૨) કારણો 
(૩) તુલના 
(૪) અસર    
.................વિશે ચોક્કસ લખો.




પત્ર-અરજી લેખન અંગે:

પત્ર અને અરજી વચ્ચે ભેદ કરનાર તેમનો વિષય છે. બંનેનું માળખુ મહદઅંશે એક સમાન જ છે.

પત્ર

  • ભાવ , લાગણી દર્શાવે

અરજી

  • જરૂરિયાત ,માગણી
  • બાબતી મંજુરી
  • સુધારાના સૂચનો 
  • ફરિયાદ કરવા 
  • નોકરી માટે ઉમેદવારી કરવા 
  • ટૂંકમાં હોય   

ચર્ચાપત્ર અંગે:

  • સમાચારપત્રોમાં વાચકોના પત્રોને 'ચર્ચાપત્ર' , 'લોકવિચાર',  'મંતવ્ય ' જેવા વિભાગ હેઠળ પ્રકાશિત કરવામાં આવે છે. 
  •  ચર્ચાપત્રના વિષય અને રજૂઆતને શોભતું હોય તેવુ પરંતુ ટચૂકડું શીર્ષક જરૂર આપવું. 
  • સંક્ષિપ્ત અને કેન્દ્રિત રજૂઆત કરવી. 
  • ચર્ચાપત્રના  પ્રારંભમાં વિષયનો મુદ્દો ઊભો કરવો. પછી એ મુદ્દાના સમર્થનમાં  સાબિતીરૂપ સામગ્રી પ્રસ્તુત કરવી - અંતે સારાંશ આપવો. 
  • કોઈ જાહેર સમસ્યા વિશે ચર્ચાપત્ર લખીએ ત્યારે આપણે કેટલાંક સૂચનો પણ જાહેર કરવા જોઈએ . 
  • ફક્ત બળાપો ન ઠાલવતાં, સમાધાન આપવું.
  • પુનરાવર્તન ટાળવું. 
  • કહેવત , રૂઢિપ્રયોગ અને વ્યંગ અસરકારક રીતે વાપરીએ તો સારૂં . 
  • ચર્ચાપત્રોમાં વિરામચિન્હોનો યોગ્ય રીતે ઊપયોગ કરવો .પ્રશ્નાર્થ અને ઉદગાર ચિન્હનો માપસર ઉપયોગ કરવો. 
અંતે ફક્ત .... વાંચન - મનન - લેખન 
નિબંધ લેખન,વિચારવિસ્તાર અને સારલેખન વિશે જાણવા અહી ક્લીક કરો .
આપના સૂચનો આવકાર્ય ........ફરી મળીયે નવી પોસ્ટ સાથે ..
‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌____________________________________________________

Wednesday, 27 April 2016

Gujatati Lekhan Vishe Thodu Lekhan Part-1 !!


ગુજરાતી લેખન વિશે થોડું લેખન :

નિબંધ લેખન માટે સૂચનો: (ચારમાંથી એક-૨૦ ગુણ)

૧. આપેલ વિષયોમાંથી પોતાને અનુકૂળ વિષયને પસંદ કરો.
૨. નિબંધ વિશેનાં મુદ્દાઓ ભેગા કરો – જેમાં...
- તેમને કાગળ પર નોંધો.
- ક્રમ નક્કી કરો.
- કોઈ મુદ્દો કોઈમાં સમાઈ જાય છે કે કેમ તે તપાસી લો.
૩. શરૂઆત આકર્ષક અને મુદ્દાને અનુરૂપ-સચોટ કરો.
૪. વિષયની ગંભીરતા મુજબ શબ્દો વાપરો, તટસ્થ રહો.
૫. એકનાં એક શબ્દો અને વાક્યોને ફેરવી-ફેરવીને ન લખો.
૬. વ્યાકરણને પૂરતો ન્યાય આપો. 
૭. રૂઢિપ્રયોગો, કહેવતો, અવતરણો કે અલંકારોનો પ્રમાણસર ઉપયોગ કરો.
૮. મુદ્દાનો અંત એ રીતે લાવો કે બીજા આગળના મુદ્દાને સ્થાન મળે.
૯. મોટાભાગનાં નિબંધમાં વિષયને અનુરૂપ ભૌગૌલિક,રાજકીય,આર્થિક મુદ્દા  અવશ્ય ઉમેરો.
   ૧૦. સમાધાન આપો/શું કરી શકાય તે જણાવો.
   ૧૧. ઉ.ત. : વિષય – કોમી એકતા 
-    કોમ એટલે શું?તેમની વચ્ચે એકતા કેમ જરૂરી છે ? 
-    ટૂંકમાં ઈતિહાસ.
- એકતામાં વિધ્નો કયા-કયા હોય છે? તેના કારણો ?
-    તે દૂર કરવાના ઉપાયો. 
-    દેશ એક કેવી રીતે રહી શકે ?
-    કોમી એકતા માટે દેશનેતાઓનો ફાળો.
-    એકતાનું પરિણામ.
Practice and Practice 

વિચાર વિસ્તાર/અર્થવિસ્તાર માટે સૂચનો: (ત્રણમાંથી બે–૧૦ ગુણ)


  •  બે પંક્તિઓ વચ્ચેની જગામાં ઘણુંબધું કહેવાયુ હોય છે.જે ખાલી જગાને પુરવાની કળા એટલે અર્થવિસ્તાર.
  •  કાવ્ય પંક્તિને ગધ રૂપ આપવું એ પણ એનો મૂળ અર્થ સાચવીને.
  •  કાવ્ય પંક્તિનાં મર્મને સમજો અને ગધ સ્વરૂપે વિસ્તારો.
-       બે-ત્રણ વાર વાંચો.(જેથી મર્મ સમજાય)
-    દરેક શબ્દનો અર્થ સમજવાનો પ્રયત્ન કરો ; ન આવડે તો પંક્તિને આધારે ભાવાર્થ સમજો.
-    મુખ્ય વિચાર સમજાય એટલે,મુખ્ય વિચારને કાચી સામગ્રી રૂપે તૈયાર કરો. 
-   મર્મનું સમર્થન કરતા ઉદાહરણો આપો, રૂઢિપ્રયોગો કે કહેવતો, અન્ય કવિની લાગુ પડતી કાવ્ય પંક્તિનો ઉપયોગ કરો ,અતિરેક નહીં !


>>> કદમ અસ્થિર હો તેને કદી રસ્તો નથી જડતો ,
       અડગ મનનાં મુસાફરને હિમાલય પણ નથી નડતો.

>>> ઘણું જોયું, જાણ્યું તદપિ ઉરતૃષ્ણા નવ શમી ,
       ઘણુ માણ્યું તો યે કંઈક અણમાણ્યું રહી ગયું. 

>>> અધ ને અજ્ઞ બે માં ઓછો શાપિત આંધળો ,
      એકાંગે પાંગળો અંધ , અજ્ઞ સર્વાગે પાંગળો.
 Practice and Practice  
હજી થોડુ વધારે.......સાર લેખન વિશે...

સાર લેખન / સંક્ષેપીકરણ વિશે સૂચનો: (૧૦ ગુણ )


  •  વિષય શું છે? (બે-ત્રણ વાર વાંચો)
  •  સાવધાની સાથે મુખ્ય અને ગૌણ મુદ્દાઓ અલગ કરો,બિન-મહત્વની માહિતીને દૂર કરો. ઉ.ત. :- ટીકા-ટીપ્પણી-ઉદાહરણો.
  •  એવો મુદ્દો ન કાઢી નાખો કે જે મૂળ વિષયનું હાર્દ હોય!
  •  મુખ્યમુદ્દા નીચે લીટી દોરી બીજા મુદ્દાઓ પરથી ધ્યાન હટાવો.
  •  સારલેખન દરમિયાન મૂળ ફકરાનું અનુકરણ ટાળો.
  • લખતી વખતે તમારા વિચારો અને વિષય એકબીજાને લાગતાં-વળગતાં હોવા જોઈએ!
  •  એકને એક વાત કહેવાઈ હોય તો વાક્યો ભેગા કરી ને ટૂંકાવો. 
  •  શબ્દ સમૂહો માટે એક શબ્દ/પારિભાષિક શબ્દો/સમાસ વાપરો.
  •  વધારાનાં વિશેષણો કે ક્રિયાવિશેષણો દૂર કરો.
  •  અંતે આખાય પરિચ્છેદનો આપણા મૌલિક શબ્દોમાં માત્ર સાર લખો.
  •  સરસમજાનું વિષયાનુરૂપ શીર્ષક આપો.


[ નિબંધ લેખન,વિચારવિસ્તાર અને સાર લેખન માં વધુ સારું લખવા માટે ...  
(૧) વિવિધ વિષયોનું-વ્યાપક વાંચન કરો.   (૪)પ્રેક્ટિસ
(૨) અવલોકન શક્તિ વિકસાવો.              (૫)પ્રેક્ટિસ
(૩)વાંચન –મનન– લેખન.                   (૬)પ્રેક્ટિસ ]

તમને શું ગમ્યુ કે શું સુધારવા જેવુ છે તે કોમેન્ટમાં અવશ્ય લખો......અપેક્ષાસહ
ચર્ચાપત્ર, અહેવાલ અને પત્રલેખન વિશે હવે પછીની પોસ્ટમાં to be Continue........
________________________________________________________

Sunday, 24 April 2016

"Time is Better than Money" Moral Story-How to utilize Our Time?

                             એક પ્રેસ પ્રતિનિધિએ થોમસ આલ્વા ઍડિસનને પ્રશ્ન કર્યો કે, સતત કાર્યરત રહેવા છતા આપ એકેય કામ કેમ  ભૂલી જતા  જતા નથી? ઍડિસને જવાબ આપ્યો: "જ્યારે હું પથારીમાં સૂઈ જાઉં છું એ પહેલાં આવતી કાલે કરવાનાં કામોની યાદી કાગળ પર લખી લઉં છું અને એ કામોની સાથે એના શક્ય સમયની નોંધ પણ કરી લઉં છું અને બીજા દિવસે એ પૂરાં કરવાનો બને તેટલો પ્રયત્ન કરું છું. આમ કરવાથી આપણે વધુ કામો કરી શકીયે છીએ અને નિર્ધારીત સમયમાં કરી શકીયે છીએ. "

                        સમયનો સાચો ઉપયોગ એ લોકો કરી શકે છે , જેની પાસે અદભુદ નિર્ણયશક્તિ છે. -સરદાર પટેલ 



>આવું જ  આપણે આપણી તૈયારી માં પણ કરી શકીએ.
________________________________________________________________________________

Friday, 22 April 2016

Old Gujarati Paper - 20/2011

Friends Here is the old Gujarati Mains Paper of Dy.So./Dy.Ma. - 2011.


(Advertise No. 20/2010-11)

<<-Click here to Download ->>
_________________________________________________________________________________

Old Gujarati Paper - 94/2012

Friends Here is the old Gujarati Mains Paper of Dy.So./Dy.Ma. - 2012.


(Advertise No. 94/2011-12)

<<-Click here to Download ->>
_____________________________________________________________________________

Tips By Experienced GPSC Exam Cracker

Tips By Experienced GPSC Exam Cracker  :

Hi Friends,Hopping your Preparations are going very well. Today i am here to share one file which i have got from one of my friends.The person has explained some basic Fundamentals or things which we should keep in mind while preparing for our Mains or in the examination room! Enjoy(PERSONAL THOUGHTS ,SOME ARE APPLICABLE!FOR SOME;FOR NOT!)


<<-Click her to Download GPSC TIPS*->>)
Please Comment your Views.
______________________________________________________________________________ 

Old General Studies Paper - 94/2012

Friends Here is the old General Studies Mains Paper of Dy.So./Dy.Ma. - 2012.

(Advertise No. 94/2011-12)


<<-Click here to Download ->>
____________________________________________________________________________

Old General Studies Paper - 20/2011

Friends Here is the old General Studies Mains Paper of Dy.So./Dy.Ma. - 2011.

(Advertise No. 20/2010-11)

<<-Click here to Download ->>
________________________________________________________________________

Old English Paper - 94/2012

Friends Here is the old English Mains Paper of Dy.So./Dy.Ma. - 2012.


(Advertise No. 94/2011-12)

<<-Click here to Download ->>
________________________________________________________________________

Old English Paper - 20/2011

Friends Here is the old English Mains Paper of Dy.So./Dy.Ma. - 2011.


(Advertise No. 20/2010-11)

<<-Click here to Download ->>
_______________________________________________________________________________

Thursday, 21 April 2016

Syllabus For mains Dy.So./Nayab Mamlatdar Exam .

Syllabus For mains Exam(Not Official ! But enough for understandings . ):


Download Syllabus For Mains





____________________________________________________________________________