Monday, 17 April 2017

તૈયારી કેવી રીતે ? Interview of Shree Charansinh A. Gohil (DY.SO)

       નામ  : “ચરણસિંહ એ. ગોહીલ”
             રેંક   : “૦૧૨-સમગ્ર ગુજરાતમાં બારમાં ક્રમાંકે ઉત્તિર્ણ“
ફોટો:

શોખ : લેખન, હોલીવુડ મુવીઝ 
અભ્યાસ : બી.ફાર્મ
જીવનનું ધ્યેય : ક્લાસ-૧ અધિકારી બની સ્વયં ઉન્ન્તિ દ્વારા                            લોકોપયોગી કાર્યો કરવા. 


અનુભવો:
પરીક્ષા,સર્વિસ
કયા વર્ષે આરંભ (આશરે)
વિશેષ/નોંધ
પોલીસ સબ ઈન્સપેક્ટર
૨૦૧૩ થી ૨૦૧૭
અમદાવાદ શહેર
સેશન્સ કોર્ટ –ક્લાર્ક
૨૦૧૩
ગાંધીનગર
ફોરેસ્ટ એકાઉન્ટન્ટ
૨૦૧૩
Not Joined
નાયબ ચીટનીશ
૨૦૧૩
Not Joined
બિનસચિવાલય ક્લાર્ક
૨૦૧૨
આંકડાશાસ્ત્ર બ્યુરો
CDS-UPSC
૨૦૧૧
Up to Conference.


પ્રશ્ન: આ સફળતા માટે અને સામાજીક જવાબદારી રૂપે આપના સમય માટે ટીમ
     વતી આભાર.
શ્રી સી.એ.ગોહીલ :   આપનો આભાર, આપ ખુબ સારૂ કાર્ય કરી રહ્યા છો .


પ્રશ્ન: આ પરીક્ષા વિશેના તમારા અનુભવો જણાવશો.
શ્રી સી.એ.ગોહીલ : ખૂબ જ ઓછે મહેનતે આયોજન પૂર્વક થોડા દિવસની મહેનતે લખાણની અનુભવી આવડત દ્વારા સમગ્ર ગુજરાતમાં ૧૨મો ક્રમ મેળવ્યો.




પ્રશ્ન: શું તમે માત્ર આ જ પરીક્ષા પાસ કરવાનું લક્ષ્ય નક્કી કર્યુ હતુ કે કોમન
      તૈયારી કરતા હતા ?
શ્રી સી.એ.ગોહીલ :  ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવામાં આવતી વર્ગ:૧-૨ ની પરીક્ષાની તૈયારીની સાથે સાથે આ પરીક્ષા માટે તૈયારી કરેલ.

પ્રશ્ન: શું તમે માનો છો કે આજના સમયમાં સરકારી નોકરી મેળવવી મુશ્કેલ છે ?
      શા માટે ?
શ્રી સી.એ.ગોહીલ : ચોક્કસ મહેનત દ્વારા સરકારી નોકરી મેળવવી સહેજ પણ મુશ્કેલ નથી. પરંતુ ગળાકાપ હરિફાઈ અને બેરોજગારીના સમયમાં માત્ર થોડી જગ્યાઓ પર પસંદગી મેળવવાના અર્થેમાં સરકારી નોકરી મેળવવી મુશ્કેલ થઈ શકે.


પ્રશ્ન: આ પરીક્ષા માટે આપે ટાઈમ મેનેજમેન્ટ કેવું પ્લાન કરેલ ?
શ્રી સી.એ.ગોહીલ :  પરીક્ષા લેખિત પ્રકારની હોઈ કરન્ટ અફેર્સ તથા જનરલ સ્ટડીઝ પર વધુ ધ્યાન આપેલ. તથા લખાણમાં વધુ મૌલિકતા લાવવા માટે છાપાઓનાં લેખ તથા મેગેઝીનો વાંચેલ.



પ્રશ્ન: શું આપ આ સમગ્ર ભરતી પ્રક્રિયા દરમ્યાન ક્યારેય નિરાશ થયા હતા?
     આપની સલાહ ?
શ્રી સી.એ.ગોહીલ :  નિરાશા અને સ્પર્ધાત્મક પરીક્ષા એકબીજાના પ્રર્યાય છે. ઘણી વખત પરીક્ષા લેનાર સંસ્થાના વિલંબ તથા કોર્ટમાં થતાં કેસોથી નિરાશ થયેલ પરંતુ આવી બાબતો પર વધુ ધ્યાન આપવું ન જોઈએ.


પ્રશ્ન: શું આપ વ્યક્તિગત તૈયારીમાં માનો છો કે ગૃપ તૈયારીમાં ? શા માટે ?
શ્રી સી.એ.ગોહીલ :  સારૂ અને હેલ્ધી સ્પર્ધા કરે એવુ ગૃપ હોય તો તૈયારી ગૃપમાં કરી શકાય , પરંતુ આવુ ગૃપ ન મળતા મે વ્યક્તિગત તૈયારી કરેલ.


પ્રશ્ન: આપની આ સફળતા અંગે આપ મહિલાઓને શું પ્રેરણા આપશો?
શ્રી સી.એ.ગોહીલ :  નાયબ સેક્શન અધિકારીએ મહીલાઓ માટે એક પરફેક્ટ નોકરી છે તેમજ આજના જમાનામાં નાયબ મામલતદાર તરીકે પણ મહીલાઓ ફરજ બજાવે છે. તેમણે પૂરતી મહેનત કરવી જોઈએ.

પ્રશ્ન: આપની આ સફળતા માટે આપ સીધી રીતે કોને શ્રેય આપશો?
શ્રી સી.એ.ગોહીલ :  મારી આ સફળતા માટે હું ઈશ્વર , માતા-પિતા, મિત્રો, મોટાભાઈ વિક્રમસિંહ ગોહિલ તથા હરેન્દ્રસિંહ પરમારનો આભારી છું.




પ્રશ્ન: ભવિષ્યમાં આપ શું બનવા ઈચ્છુક છો ?
શ્રી સી.એ.ગોહીલ :  ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષા પાસ કરી વર્ગ-૧ અધિકારી બનવા ઈચ્છું છુ.


પ્રશ્ન: આપે મટીરીયલ (વાંચન સાહિત્ય) બાબતે શું કાળજી લીધી હતી? (શું
      વાંચવુ અને શું ન વાંચવુ.)
શ્રી સી.એ.ગોહીલ : પરચૂરણ સાહિત્ય વાંચવા કરતા કોઈ સ્ટાન્ડર્ડ બુક વાંચવી અને એકથી વધુ બુક વાંચવી. અંગ્રેજી માટે લ્યુસન્ટ પ્રકાશન અને ડો.એમ.આર. પંચાલના પુસ્તકો ખૂબ જ ઉપયોગી રહ્યા. વર્તમાન પ્રવાહોથી અવગત રહેવું.




પ્રશ્ન: તૈયારી કરી રહેલ મિત્રોને માટે કંઈ વિશેષ સલાહ ?
શ્રી સી.એ.ગોહીલ :  પરીક્ષાની સફળતા જેટલી ઝડપથી મેળવશો એટલો સંઘર્ષ ઓછો થશે. સખત મહેનતનો કોઈ વિકલ્પ નથી.


પ્રશ્ન: ટીમનો પ્રયત્ન વધુ કેવી રીતે અસરકારક બનાવી શકાય ?
શ્રી સી.એ.ગોહીલ :  વધુમાં વધુ વિધાર્થીઓ સુધી પહોંચી ખોટા માર્ગે ન દોરવાય તેવુ માર્ગદર્શન પહોંચાડવુ.

ટીમ : આપનો ફરીથી ખૂબ આભાર.

વિજેતા: મને ખુશી થઈ.

How to go through-Interview Of DY.SO. Dr.Suraj S.Macwan

       નામ  : “ડૉ. સૂરજકુમાર એસ. મેકવાન”
 રેંક   : “૦૦૭-સમગ્ર ગુજરાતમાં સાતમાં ક્રમાંકે ઉત્તિર્ણ“
ફોટો:

શોખ : વાંચન, ઇન્ટરનેટ સર્ફિંગ, મૂવીઝ, મ્યુઝિક   
અભ્યાસ : Bachelor of Veterinary Science & Animal Husbandry
જીવનનું ધ્યેય : એક સારો નાગરિક બની દેશના વિકાસમાં ફાળો
                 આપવો.


અનુભવો:
પરીક્ષા,સર્વિસ
કયા વર્ષે આરંભ (આશરે)
વિશેષ/નોંધ
GPSC 1,2 Prelims
2014
Mains Pass.
Office Assistant
May 2015 to  December 2016
First Job

  


પ્રશ્ન: આ સફળતા માટે અને સામાજીક જવાબદારી રૂપે આપના સમય માટે ટીમ
     વતી આભાર.
ડૉ.એસ.એસ.મેકવાન: 
આપનો આભાર,બીજાને મદદરરૂપ થવાના તમારા આ સરાહનીય પ્રયાસ બદલ તમને પણ અભિનંદન.

પ્રશ્ન: આ પરીક્ષા વિશેના તમારા અનુભવો જણાવશો.
ડૉ.એસ.એસ.મેકવાન : 
મારી પ્રથમ ડિસ્ક્રીપ્ટીવ સ્પર્ધાત્મ્ક પરીક્ષા હતી. પેપર્સ સારા રહ્યા હતા એટલે ટોપ ૫૦માં આવવાની આશા હતી પણ ટોપ ૧૦માં રેન્ક આવતાં ઘણી ખુશી થઇ. 

પ્રશ્ન: શું તમે માત્ર આ જ પરીક્ષા પાસ કરવાનું લક્ષ્ય નક્કી કર્યુ હતુ કે કોમન
      તૈયારી કરતા હતા ?
ડૉ.એસ.એસ.મેકવાન:  
મારૂ ધ્યેય UPSC પાસ કરવાનું છે. આથી તેની તૈયારી કરતો હતો.

પ્રશ્ન: શું તમે માનો છો કે આજના સમયમાં સરકારી નોકરી મેળવવી મુશ્કેલ છે ?
      શા માટે ?
ડૉ.એસ.એસ.મેકવાન: 
ના, તમારું સ્કૂલિંગ સાઉન્ડ હોય અને કંઇક પામવાની ધગશ હોય તો સરકારી નોકરી મેળવવી આસાન છે. કદાચ,સ્કૂલિંગ સારું ન હોય તો પણ ખંતપૂર્વકના સખત    પરિશ્રમથી લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય.

પ્રશ્ન: આ પરીક્ષા માટે આપે ટાઈમ મેનેજમેન્ટ કેવું પ્લાન કરેલ ?
ડૉ.એસ.એસ.મેકવાન:  
હું કેટલા કલાક વાંચ્યું તેના કરતાં કેટલું અને કેવું વાંચ્યું તેના પર ધ્યાન આપતો.સોશિયલ મીડિયાનો ઉપયોગ ઓછો કરી દીધો જેથી બિનજરુરી સમય ન વેડફાય.  

પ્રશ્ન: શું આપ આ સમગ્ર ભરતી પ્રક્રિયા દરમ્યાન ક્યારેય નિરાશ થયા હતા?
     આપની સલાહ ?
ડૉ.એસ.એસ.મેકવાન:  
ના, તમારી મહેનત પર ભરોસો હોય તો ક્યારેય નિરાશા આવતી નથી. હા, પરીક્ષા પ્રક્રિયામાં જરુરી સરકારી પ્રક્રિયાને કારણે થોડો વિલંબ થઇ શકે પણ એની ચિંતા      કરવી કે અફવાઓ પર ધ્યાન આપવાને બદલે તૈયારી ચાલુ રાખવી.    


પ્રશ્ન: શું આપ વ્યક્તિગત તૈયારીમાં માનો છો કે ગૃપ તૈયારીમાં ? શા માટે ?
ડૉ.એસ.એસ.મેકવાન:  
મારી વાત કરુ તો,મને વાંચવાના સમયે એકાંત પસંદ છે.પરંતુ ગૃપમાં સમયાંતરે પરીક્ષાને લગતી સ્ટ્રેટેજી/મટીરીયલ્સ વિશે ચર્ચા કરતા રહેવાથી પોતાની નબળાઇ જાણવા મળશે તેમજ બીજામાંથી સુધારાની તક પણ મળશે.  

પ્રશ્ન: આપની આ સફળતા અંગે આપ મહિલાઓને શું પ્રેરણા આપશો?
ડૉ.એસ.એસ.મેકવાન: 
 મહિલાઓને પરિવારની કાળજી લેવાની હોઇ થોડું ટાઇમ મેનેજમેન્ટ કરવું પડે પણ થોડો પરિવારનો સપોર્ટ હોય તો લક્ષ્ય સિદ્ધિમાં મુશ્કેલી ન પડે. 

પ્રશ્ન: આપની આ સફળતા માટે આપ સીધી રીતે કોને શ્રેય આપશો?
ડૉ.એસ.એસ.મેકવાન:  
પ્રથમ તો પરમેશ્વર કે જેમાની કૃપાથી આ સિદ્ધિ હાંસલ થઇ શકી. બાદમાં મારો પરિવાર ખાસ કરીને મારા મોટા બહેન કે જે રાજ્ય સેવામાં અધિકારી છે, તેમના માર્ગદર્શન વગર 
આ શક્ય ન હોત. આ ઉપરાંત, કોચિંગના તમામ ફેકેલ્ટી અને મારા સચિવાલયના સાથી કર્મચારી તેમજ મિત્રોનો પણ ઘણો સાથ મળી રહ્યો.

પ્રશ્ન: ભવિષ્યમાં આપ શું બનવા ઈચ્છુક છો ?
ડૉ.એસ.એસ.મેકવાન:  UPSC પાસ કરીને IAS બનવાની ઇચ્છા રાખું છું.  

પ્રશ્ન: આપે મટીરીયલ (વાંચન સાહિત્ય) બાબતે શું કાળજી લીધી હતી? (શું
      વાંચવુ અને શું ન વાંચવુ.)
ડૉ.એસ.એસ.મેકવાન: 
સાહિત્યમાં પાઠ્યપુસ્તકો અને અન્ય વિવિધ પ્રકાશનોની બુક્સ. કોઇ એક વિષય માટે બે કે ત્રણ સારી બુક્સ વસાવવી, તેમાંથી નોટ્સ Compile કરી શકાય.Current માટે રોજ એક અખબાર વાંચતાં રહેવું અને રોજબરોજની ઘટનાઓને Correlate કરતાં રહેવું. Mains Exam માટે પેપર લખવાની પ્રેક્ટિસ કરવી જેથી Time Management જળવાય.

પ્રશ્ન: તૈયારી કરી રહેલ મિત્રોને માટે કંઈ વિશેષ સલાહ ?
ડૉ.એસ.એસ.મેકવાન:  
તમારું ધ્યેય નક્કી કરી લો, લોકો પર ધ્યાન આપ્યા વિના મહેનત શરુ કરી દો અને જ્યાં સુધી ધારી સફળતા ન મળે ત્યાં સુધી કઠિન પરિશ્રમ ચાલુ રાખો.

પ્રશ્ન: ટીમનો પ્રયત્ન વધુ કેવી રીતે અસરકારક બનાવી શકાય ?
ડૉ.એસ.એસ.મેકવાન:  
બધા ઉમેદવારો કોચિંગ ક્લાસની ફી ભરી શકતા નથી.આથી, તેમને ઘરે બેઠા વિનામૂલ્યે સ્પર્ધાત્મક પરીક્ષાનું માર્ગદર્શન ગુજરાતીમાં વિડીયો તૈયાર કરી Youtubeના માધ્યમથી માર્ગદર્શન આપી શકાય.  

ટીમ : આપને ફરીથી ખૂબ અભિનંદન .
વિજેતા: આભાર.


Friday, 13 January 2017

પ્રાથમિક પરીક્ષાનું નુંં પરિણામ જાહેર 27/2016-17 Exam Date : 13/11/2016

નાયબ મામલતદાર અને વિભાગીય શાખા અધિકારીની પ્રાથમિક પરીક્ષાનું પરિણમ જાહેર

જાહેરાત ક્રમાંક : ૨૭/૨૦૧૬-૧૭
પરીક્ષાની તારીખ : ૧૩/૧૧/૨૦૧૬


મુખ્ય પરીક્ષા માર્ચ-૨૦૧૭માં લેવામાં આવશે.


Link 1 (GPSC)
Link 2 (ON Drive)
Click here to see your OMR sheet With Marks.(ON WEBSITE available only till 13/02/2017) NEW!

Notification for filling Mains Forms. (NEW!!)


Update on 13/01/2017-19/01/2017
Mayur Gupta

Saturday, 29 October 2016

GPSC Result of Deputy Section Officer / Deputy Mamlatdar, Main Exam, Advt. No. 51/201415, Held on 28th and 29th May,2016


Friends , 

GPSC has declared Final Result of Deputy Section Officer and Deputy Mamlatdar , examination was held on 28-29 May ,2016 . Go Through it. And Prepare Your Best.



Click Here to See Official Final Result. ( 1.45MB ) Link 2 Link




Mayur Gupta
29/10/2016

Friday, 28 October 2016

Download Call Letter for Exam





Click here to download the call letter
(મુખ્ય પરીક્ષાની તારીખ વહેલી કરવામા આવી છે જે જોઈ લેવા વિનંતી. જે ૧૧/૦૩/૨૦૧૭ -૧૨/૦૩/૨૦૧૭ ના રોજ લેવાશે.)

All the Best!

Tuesday, 20 September 2016

Preparations of Prelims Dy.Mamlatdar and Dy.Section Officer.



                  કેમ છો મિત્રો....? As we all know that GPSC has published new 685 vacancies for the post of Deputy Mamaltdar and Deputy Section Officer .

This is high time to prepare for the same.Though everyone is free to follow their own study plan here we are going to give some Guidance from Crackers of the Exam . 

  • હાલ માર્કેટમાં કોમ્પીટેટીવ બુકો નો રાફડો ફાટ્યો છે તેમાથી આપણી આવનારી પરીક્ષા માટે સાચી અને લેટેસ્ટ તેમજ ભૂલો વગરની બુક શોધવાનુ કામ કપરૂં થઈ ગયુ છે. 
  • બુક એવી પસંદ કરીયે કે આપણી જૂની બુકોથી કંઈ વિશિષ્ટ માહિતી ધરાવતી અને હાલના પેપર સ્ટાઈલને અનુરૂપ હોય . 
  • હાલના સંજોગો(૨૦૧૬) જોતાં વર્લ્ડ ઈનબોક્ષની પ્રાથમિક પરીક્ષા માટેની બુક યોગ્ય સ્થાને છે કે જેની સાથે પ્રેક્ટિસ માટેના પેપરસેટ પણ આપેલ છે.
  • શરૂઆતમાં કોઈ પણ બુકનું પૂરેપૂરુ મંથન થયા બાદ જ કોઈ નવી બુક માટે વિચારવુ .
         પ્રાથમિક પરીક્ષાના દસે-દસ ટોપિક માટે પોતાની અંગત નોટસ બનાવવી જે ખાસ કરીને મુખ્ય પરીક્ષાના જનરલ સ્ટડીઝના પેપરમાં મદદરૂપ થશે.

થોડા સજેશનો :

(૧) નવનીત
(૨) કોઈ એક ફક્ત પ્રાથમિક કસોટી અંગેની બુક
(૩) દિવ્ય ભાસ્કર , સંદેશ કે નેશનલ છાપાનુ ડે ટુ ડે લેખન(એડિટોરીયલ પેજ ખાસ વાંચવા)
(૪) ગુજરાત પરિચય
(૫) કોઈ મંથલી મેગેઝીન (નવેમ્બર ૨૦૧૫ થી)

Official Syllabus : 


આપના માટે સ્પેશ્યલ પ્રીન્ટેબલ અભ્યાસક્રમ કે જેની પ્રીન્ટ કાઢીને સ્ટડી રૂમમાં લગાવી શકાય .

Click here to Download (~100kb)


(આ બ્લોગ ને વધુ સારો બનાવવા આપના સૂચનો આવકાર્ય છે.)

-મયુર ગુપ્તા 
(૨૦/૦૯/૨૦૧૬)



Friday, 1 July 2016

નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદારની નવી ભરતી ૨૭/૨૦૧૬૧૭

ગુજારાત જાહેર સેવા આયોગના ભરતી કેલેન્ડર મુજબ નવી જાહેર થયેલ નાયબ સેકશન અધિકારી અને નાયબ મામલતદારની જગાઓ  (૨૭/૨૦૧૬૧૭). 

જાહેરાત  Advertisement

ઓનલાઈન અરજી કરો અરજી

Monday, 6 June 2016

Old Paper GPSC/51/201415

Download the PDF .Exam was held on 28th and 29th May,2016

Click to Download
___________________________________________________________________

Wednesday, 18 May 2016

Old GPSC Answer sheets

Here are Two files which contins old GPSC Answer sheet form one Candidate and i'm thankful tohim for making it in digital form.

(This are just to be comfortable with Answer sheet, not official.Use it in constructive way!) 

(1)GPSC/94/2011-12


(2)GPSC/20/2010-11


P.S.- Special Thanks to
Mr.Jayeshkumar P.Chaudhary.

_____________________________________________________________________________

Monday, 16 May 2016

English Guidence by Imofficer.com website

H! Friends here have a some Guidence on English form the website Imofficer.com.

(From)

















To download in pdf formate (1.13MB) Click Here

keep Preparing...Happy Study! 

Special and many many Thanks To imofficer.com

Wednesday, 11 May 2016

Gujatati Lekhan Vishe Thodu Lekhan Part-2 !!


ગુજરાતી લેખન વિશે થોડું લેખન

અહેવાલ લેખન અંગે:

અહેવાલ લેખનમાં કોઈ ચોક્કસ પ્રસંગ/ઘટના કેંદ્રમાં હોય છે. જેમાં પ્રસંગની વિગતો ભેગી કરી, પ્રમાણભૂત રીતે રજૂ કરાય છે.
‌‌- અહેવાલમાં વિગતો અને માહિતી જ કેંદ્રમાં હોય છે. તેમાં લખનારનો અભિપ્રાય વ્યક્ત થતો નથી. 

હેતુ : 

          અહેવાલ લેખનનો મુખ્ય હેતુ કોઈ ઘટના કે પ્રસંગની તપાસ, અભ્યાસ કે સંશોધનનો કાયમી હિસાબ રાખવાનો છે. અહેવાલ એ સમગ્ર કાર્યનું એક મોડલ છે.શરૂઆતથી અંત સુધી કોઈ કાર્યની સાથે રહી તેની નાનામાં નાની વિગતોની નોંધ લઈ અહેવાલ દ્વારા તેની પ્રમાણભૂત રજૂઆત કરવામાં આવે છે. 
         જેથી જ કોઈ મહત્વનાં નિર્ણયો લેવા અહેવાલ અગત્યની મહિતી પૂરી પડે છે .
  • પ્રસંગનો અહેવાલ : અકસ્માત , રાજકીય ઘટના વગેરે
  • ચર્ચા કે સભા/ મીટીંગનો અહેવાલ 
  • કામગીરીનો અહેવાલ : વ્યક્તિગત , તપાસ 
  • આગામી ઘટના/ યોજનાનો અહેવાલ : પ્રોજેક્ટ રીપોર્ટ 
  • સંશોધન અહેવાલ : રિસર્ચ રીપોર્ટ  
- અલંકારીત શબ્દપ્રયોગ ટાળો.
- નાના, જાણીતા શબ્દપ્રયોગ વાપરો.
- તટસ્થ ભાષા વાપરો . 
- વિશેષણો ઓછા વાપરો . 
-સૌથી અગત્યનું કે અહેવાલમાં 
(૧) વર્ણન 
(૨) કારણો 
(૩) તુલના 
(૪) અસર    
.................વિશે ચોક્કસ લખો.




પત્ર-અરજી લેખન અંગે:

પત્ર અને અરજી વચ્ચે ભેદ કરનાર તેમનો વિષય છે. બંનેનું માળખુ મહદઅંશે એક સમાન જ છે.

પત્ર : 

  • ભાવ , લાગણી દર્શાવે

અરજી : 

  • જરૂરિયાત ,માગણી
  • બાબતી મંજુરી
  • સુધારાના સૂચનો 
  • ફરિયાદ કરવા 
  • નોકરી માટે ઉમેદવારી કરવા 
  • ટૂંકમાં હોય   

ચર્ચાપત્ર અંગે:

  • સમાચારપત્રોમાં વાચકોના પત્રોને 'ચર્ચાપત્ર' , 'લોકવિચાર',  'મંતવ્ય ' જેવા વિભાગ હેઠળ પ્રકાશિત કરવામાં આવે છે. 
  •  ચર્ચાપત્રના વિષય અને રજૂઆતને શોભતું હોય તેવુ પરંતુ ટચૂકડું શીર્ષક જરૂર આપવું. 
  • સંક્ષિપ્ત અને કેન્દ્રિત રજૂઆત કરવી. 
  • ચર્ચાપત્રના  પ્રારંભમાં વિષયનો મુદ્દો ઊભો કરવો. પછી એ મુદ્દાના સમર્થનમાં  સાબિતીરૂપ સામગ્રી પ્રસ્તુત કરવી - અંતે સારાંશ આપવો. 
  • કોઈ જાહેર સમસ્યા વિશે ચર્ચાપત્ર લખીએ ત્યારે આપણે કેટલાંક સૂચનો પણ જાહેર કરવા જોઈએ . 
  • ફક્ત બળાપો ન ઠાલવતાં, સમાધાન આપવું.
  • પુનરાવર્તન ટાળવું. 
  • કહેવત , રૂઢિપ્રયોગ અને વ્યંગ અસરકારક રીતે વાપરીએ તો સારૂં . 
  • ચર્ચાપત્રોમાં વિરામચિન્હોનો યોગ્ય રીતે ઊપયોગ કરવો .પ્રશ્નાર્થ અને ઉદગાર ચિન્હનો માપસર ઉપયોગ કરવો. 
અંતે ફક્ત .... વાંચન - મનન - લેખન 
નિબંધ લેખન,વિચારવિસ્તાર અને સારલેખન વિશે જાણવા અહી ક્લીક કરો .
આપના સૂચનો આવકાર્ય ........ફરી મળીયે નવી પોસ્ટ સાથે ..
‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌____________________________________________________