Monday 17 April 2017

How to go through-Interview Of DY.SO. Dr.Suraj S.Macwan

       નામ  : “ડૉ. સૂરજકુમાર એસ. મેકવાન
 રેંક   : “૦૦૭-સમગ્ર ગુજરાતમાં સાતમાં ક્રમાંકે ઉત્તિર્ણ“
ફોટો:

શોખ : વાંચન, ઇન્ટરનેટ સર્ફિંગ, મૂવીઝ, મ્યુઝિક   
અભ્યાસ : Bachelor of Veterinary Science & Animal Husbandry
જીવનનું ધ્યેય : એક સારો નાગરિક બની દેશના વિકાસમાં ફાળો
                 આપવો.


અનુભવો:
પરીક્ષા,સર્વિસ
કયા વર્ષે આરંભ (આશરે)
વિશેષ/નોંધ
GPSC 1,2 Prelims
2014
Mains Pass.
Office Assistant
May 2015 to  December 2016
First Job

  


પ્રશ્ન: આ સફળતા માટે અને સામાજીક જવાબદારી રૂપે આપના સમય માટે ટીમ
     વતી આભાર.
ડૉ.એસ.એસ.મેકવાન: 
આપનો આભાર,બીજાને મદદરરૂપ થવાના તમારા આ સરાહનીય પ્રયાસ બદલ તમને પણ અભિનંદન.

પ્રશ્ન: આ પરીક્ષા વિશેના તમારા અનુભવો જણાવશો.
ડૉ.એસ.એસ.મેકવાન : 
મારી પ્રથમ ડિસ્ક્રીપ્ટીવ સ્પર્ધાત્મ્ક પરીક્ષા હતી. પેપર્સ સારા રહ્યા હતા એટલે ટોપ ૫૦માં આવવાની આશા હતી પણ ટોપ ૧૦માં રેન્ક આવતાં ઘણી ખુશી થઇ. 

પ્રશ્ન: શું તમે માત્ર આ જ પરીક્ષા પાસ કરવાનું લક્ષ્ય નક્કી કર્યુ હતુ કે કોમન
      તૈયારી કરતા હતા ?
ડૉ.એસ.એસ.મેકવાન:  
મારૂ ધ્યેય UPSC પાસ કરવાનું છે. આથી તેની તૈયારી કરતો હતો.

પ્રશ્ન: શું તમે માનો છો કે આજના સમયમાં સરકારી નોકરી મેળવવી મુશ્કેલ છે ?
      શા માટે ?
ડૉ.એસ.એસ.મેકવાન: 
ના, તમારું સ્કૂલિંગ સાઉન્ડ હોય અને કંઇક પામવાની ધગશ હોય તો સરકારી નોકરી મેળવવી આસાન છે. કદાચ,સ્કૂલિંગ સારું ન હોય તો પણ ખંતપૂર્વકના સખત    પરિશ્રમથી લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય.

પ્રશ્ન: આ પરીક્ષા માટે આપે ટાઈમ મેનેજમેન્ટ કેવું પ્લાન કરેલ ?
ડૉ.એસ.એસ.મેકવાન:  
હું કેટલા કલાક વાંચ્યું તેના કરતાં કેટલું અને કેવું વાંચ્યું તેના પર ધ્યાન આપતો.સોશિયલ મીડિયાનો ઉપયોગ ઓછો કરી દીધો જેથી બિનજરુરી સમય ન વેડફાય.  

પ્રશ્ન: શું આપ આ સમગ્ર ભરતી પ્રક્રિયા દરમ્યાન ક્યારેય નિરાશ થયા હતા?
     આપની સલાહ ?
ડૉ.એસ.એસ.મેકવાન:  
ના, તમારી મહેનત પર ભરોસો હોય તો ક્યારેય નિરાશા આવતી નથી. હા, પરીક્ષા પ્રક્રિયામાં જરુરી સરકારી પ્રક્રિયાને કારણે થોડો વિલંબ થઇ શકે પણ એની ચિંતા      કરવી કે અફવાઓ પર ધ્યાન આપવાને બદલે તૈયારી ચાલુ રાખવી.    


પ્રશ્ન: શું આપ વ્યક્તિગત તૈયારીમાં માનો છો કે ગૃપ તૈયારીમાં ? શા માટે ?
ડૉ.એસ.એસ.મેકવાન:  
મારી વાત કરુ તો,મને વાંચવાના સમયે એકાંત પસંદ છે.પરંતુ ગૃપમાં સમયાંતરે પરીક્ષાને લગતી સ્ટ્રેટેજી/મટીરીયલ્સ વિશે ચર્ચા કરતા રહેવાથી પોતાની નબળાઇ જાણવા મળશે તેમજ બીજામાંથી સુધારાની તક પણ મળશે.  

પ્રશ્ન: આપની આ સફળતા અંગે આપ મહિલાઓને શું પ્રેરણા આપશો?
ડૉ.એસ.એસ.મેકવાન: 
 મહિલાઓને પરિવારની કાળજી લેવાની હોઇ થોડું ટાઇમ મેનેજમેન્ટ કરવું પડે પણ થોડો પરિવારનો સપોર્ટ હોય તો લક્ષ્ય સિદ્ધિમાં મુશ્કેલી ન પડે. 

પ્રશ્ન: આપની આ સફળતા માટે આપ સીધી રીતે કોને શ્રેય આપશો?
ડૉ.એસ.એસ.મેકવાન:  
પ્રથમ તો પરમેશ્વર કે જેમાની કૃપાથી આ સિદ્ધિ હાંસલ થઇ શકી. બાદમાં મારો પરિવાર ખાસ કરીને મારા મોટા બહેન કે જે રાજ્ય સેવામાં અધિકારી છે, તેમના માર્ગદર્શન વગર 
આ શક્ય ન હોત. આ ઉપરાંત, કોચિંગના તમામ ફેકેલ્ટી અને મારા સચિવાલયના સાથી કર્મચારી તેમજ મિત્રોનો પણ ઘણો સાથ મળી રહ્યો.

પ્રશ્ન: ભવિષ્યમાં આપ શું બનવા ઈચ્છુક છો ?
ડૉ.એસ.એસ.મેકવાન:  UPSC પાસ કરીને IAS બનવાની ઇચ્છા રાખું છું.  

પ્રશ્ન: આપે મટીરીયલ (વાંચન સાહિત્ય) બાબતે શું કાળજી લીધી હતી? (શું
      વાંચવુ અને શું ન વાંચવુ.)
ડૉ.એસ.એસ.મેકવાન: 
સાહિત્યમાં પાઠ્યપુસ્તકો અને અન્ય વિવિધ પ્રકાશનોની બુક્સ. કોઇ એક વિષય માટે બે કે ત્રણ સારી બુક્સ વસાવવી, તેમાંથી નોટ્સ Compile કરી શકાય.Current માટે રોજ એક અખબાર વાંચતાં રહેવું અને રોજબરોજની ઘટનાઓને Correlate કરતાં રહેવું. Mains Exam માટે પેપર લખવાની પ્રેક્ટિસ કરવી જેથી Time Management જળવાય.

પ્રશ્ન: તૈયારી કરી રહેલ મિત્રોને માટે કંઈ વિશેષ સલાહ ?
ડૉ.એસ.એસ.મેકવાન:  
તમારું ધ્યેય નક્કી કરી લો, લોકો પર ધ્યાન આપ્યા વિના મહેનત શરુ કરી દો અને જ્યાં સુધી ધારી સફળતા ન મળે ત્યાં સુધી કઠિન પરિશ્રમ ચાલુ રાખો.

પ્રશ્ન: ટીમનો પ્રયત્ન વધુ કેવી રીતે અસરકારક બનાવી શકાય ?
ડૉ.એસ.એસ.મેકવાન:  
બધા ઉમેદવારો કોચિંગ ક્લાસની ફી ભરી શકતા નથી.આથી, તેમને ઘરે બેઠા વિનામૂલ્યે સ્પર્ધાત્મક પરીક્ષાનું માર્ગદર્શન ગુજરાતીમાં વિડીયો તૈયાર કરી Youtubeના માધ્યમથી માર્ગદર્શન આપી શકાય.  

ટીમ : આપને ફરીથી ખૂબ અભિનંદન .
વિજેતા: આભાર.


No comments:

Post a Comment